અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધી રહી છે. હવે તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સ્ત્રી 2’ હવે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અગાઉ થિયેટરોમાં ‘સ્ત્રી 2’ની રિલીઝની તારીખ 30 ઓગસ્ટ રાખવામાં આવી હતી.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ એ લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. આ ફિલ્મનો બીજો ભાગ ટૂંક સમયમાં જોવા મળશે. દર્શકો ‘સ્ત્રી 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધી રહી છે. હવે તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સ્ત્રી 2’ હવે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અગાઉ થિયેટરોમાં ‘સ્ત્રી 2’ની રિલીઝની તારીખ 30 ઓગસ્ટ રાખવામાં આવી હતી.
ફિલ્મની જાહેરાત કરતા, શ્રદ્ધાએ લખ્યું, સ્ત્રી 2 આ સ્વતંત્રતા દિવસે ફરી આવી રહી છે! સ્ત્રી2 આ સ્વતંત્રતા દિવસ, 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.” સ્ત્રી ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. તેને ટીકાકારોની પ્રશંસા મળી હતી અને બોક્સ ઓફિસ પર વ્યાપારી સફળતા મળી હતી. ફિલ્મના સંગીતે પણ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું
Comments 0