'હ્યુમન મેટાપ્નીમો' વાઈરસને કારણે ચીનમાં સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો થયો છે.
'હ્યુમન મેટાપ્નીમો' વાઈરસને કારણે ચીનમાં સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો થયો છે.
'હ્યુમન મેટાપ્નીમો' વાઈરસને કારણે ચીનમાં સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો થયો છે. બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં વાઈરસના કારણે હલચલ મચી ગઈ છે. એન્ટિવાયરલ દવાઓની ભારે અછત છે.
HMP વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, મલેશિયા, જાપાન, કઝાકિસ્તાનમાં કેસ વધી રહ્યા છે. બ્રિટનમાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે. ચીનના આ નવા વાયરસને કારણે સમગ્ર સ્પેનમાં અરાજકતા છે. સ્પેનની હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્પેનના એલીકેન્ટમાં 'ઈન્ફ્લુએન્ઝા A'ના 600 થી વધુ કેસ મળી આવ્યા છે.
ભારતમાં 5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 8 કેસ મળી આવ્યા
ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 8 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં 2 કેસ મળી આવ્યા છે. અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત જોવા મળ્યો છે. બંને બાળકોને તાવ આવ્યા બાદ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ કેસ મળી આવ્યા છે. કેન્દ્ર સરકાર આ વાયરસને લઈને એલર્ટ છે. રાજ્યોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને શ્વસન સંબંધી રોગો માટે દેખરેખ વધારવા અને HMPV ના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાની સલાહ આપી છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડિજિટલ બેઠક યોજી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0