કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ તાલુકાના બાલાગામ ખાતેથી વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલનું રૂ. ૯૦ લાખના ખર્ચે સાફ સફાઈ અને ડીસલ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ તાલુકાના બાલાગામ ખાતેથી વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલનું રૂ. ૯૦ લાખના ખર્ચે સાફ સફાઈ અને ડીસલ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત કેશોદ તાલુકાના સુખ સુખાકારીમાં વધારો કરતા ૯૬.૭૫ લાખના ૩૨ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. આ સાથે કેન્દ્રીય મંત્રીએ બાલાગામ બામણાસા આખા ગામે રૂ. ૧૧ કરોડના ખર્ચે થનાર સીસી રોડ અને પ્રોટેક્શન વોલ અને રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે થનાર દેશીંગા કટવાણા ચિખલોદ્રા રસ્તાનું વાઈડનીંગ સીસી રોડ સહિતની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાની પણ જાહેરાત કરી હતી.
આ વિકાસલક્ષી પ્રકલ્પોની લોકાર્પણ ખાતમુહૂર્ત સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ, મેડિકલ તથા રક્તદાન કેમ્પના કાર્યક્રમ યોજાયા હતા. કેન્દ્રીય મંત્રીએ ઉકત વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કેન્દ્ર રાજ્ય સરકાર લોકોના કામો કરવા અને પ્રશ્નોના નિવારણ માટે સામે ચાલીને ગામે ગામ સુધી પહોંચે છે. તેના મૂડમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી રહેલી છે, તેમણે કાર્ય સંસ્કૃતિ બદલીને પ્રજાકીય કામોને નવો આયામ આપ્યો છે. આજે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ સહાયો પારદર્શિતા સાથે લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં પહોંચે છે.
તેમણે કહ્યું કે, રાજનીતિ સકારાત્મક અને જન સેવા માટે હોવી જોઈએ. તેના થકી જ ઉત્તમ પરિણામો અને લોકોના સતત આશીર્વાદ મળતા રહે છે. આ જન આશીર્વાદ જ વધુ પ્રજાકીય કામો કરવા માટેનું પ્રેરકબળ બને છે. કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક જનપ્રતિનિધિ ઓની ભૂમિકાને બિરદાવાની સાથે જિલ્લા કલેકટરઅનિલ કુમાર રાણાવસિયાએ પ્રજાકીય પ્રશ્નો જાણવા અને ઉકેલવા માટે શરૂ કરેલા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમની પણ સરાહના કરી અભિનંદન આપ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ આંતકવાદને જળમૂળ માંથી ડામવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર, સર્જીકલ સ્ટ્રાઈક સહિતના પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધારાસભ્યઅર્જુનભાઈ મોઢવાડિયાએ ઘેડ વિસ્તારમાં પૂર અને પાણી ભરાવાના પ્રશ્નનો સુખદ નિવારણનો પ્રારંભ થયો હોવાનું જણાવતા કહ્યું કે, ઘેડ વિસ્તાર માં આફતરૂપ બનતું પાણી આશીર્વાદરૂપ બનશે,આમ ઘેડ વિસ્તારની સકલ બદલાવા જઈ રહી છે.તેમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માલતીબેન ભનુભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીમીરાબેન સોમપુરા સહિતના પદાધિકારી - અધિકારી, આસપાસના સરપંચશ્રીઓ અને બાલાગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રાંત અધિકારી કિસન ગરચરે શાબ્દિક સ્વાગત અને મામલતદાર સંદીપ મહેતાએ આભાર વિધિ કરી હતી.
Comments 0