આ વખતે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી છે અને કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. આટલું જ નહીં તેમણે નિવૃત્ત અધિકારીઓનો આ પાછળ હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.