દ્વારકાથી દર્શન કરીને પોરબંદર જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. દ્વારકાથી અંદાજે ૧૫ કિલોમીટર દુર કુરંગા ચોકડી પાસે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી.
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેર નજીક બસને અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ બસ સામેથી આવતી બે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે
દ્વારકાના દરિયામાં ટેક્નિકલ ખરાબીના કારણે ફિશિંગ બોટ બંધ થઇ જતા 13 જેટલા માછીમારો ઉચાલાતા મોજા વચ્ચે દરિયામાં ફસાયા હતા. વહીવટી તંત્ર દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને જાણ કરતા દિલધડક રેસ્ક્યુ બાદ આ તમામ માછીમારોને ઓખા બંદર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા
પી.એમ.મોદીએ ઉદ્ઘાટન કરેલા બ્રિજમાં પણ ગાબડાં પડતા ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી
દ્વારકામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. અકસ્માત સમયે ઘરમાં 6 લોકો હાજર હતા. માહિતી મળતાની સાથે જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને અનેક જીલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ શિક્ષણ વિભાગે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા જિલ્લામા રાતથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. દ્વારકા જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ રેડ એલર્ટની પરિસ્થિતિ હોઈ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025