સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા જિલ્લામા રાતથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. દ્વારકા જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ રેડ એલર્ટની પરિસ્થિતિ હોઈ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.