ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. જેના પગલે સરકારની ચિંતા પણ વધી રહી છે. તંત્ર હાલ એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને આરોગ્ય વિભાગ દ્વારા આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા પગલાં અને અસરોની સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. જેના પગલે સરકારની ચિંતા પણ વધી રહી છે. તંત્ર હાલ એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને આરોગ્ય વિભાગ દ્વારા આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા પગલાં અને અસરોની સમીક્ષા કરી હતી. આ રોગ રોકવા માટેના કેટલાક નિર્ણયો કરીને સંબંધિતોને તે દિશામાં કામગીરી કરવા આદેશ જારી કર્યા છે.
ગુજરાત રાજ્યના 30 સહિત કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસના મળી આવ્યા છે. જેમાં કુલ 16 મૃત્યુ નોંધાયા છે. સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પુના મોકલવામાં આવ્યા હતા. જેમાંથી સાત સેમ્પલના પરિણામ આવ્યા છે. જેમાં 6 સેમ્પલ નેગેટીવ અને ફક્ત એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસ પોઝીટીવ નોંધાયો છે. આ સાથે અન્ય એક અગત્યની માહિતી સામે આવી છે કે, ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પુના નહીં હવે ગાંધીનગર સ્થિત GBRCમાં જ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળકોના સેમ્પલ પૂણે મોકલતા હતા પરંતુ તેના માટેની વ્યવસ્થા હવે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભું કરાયું છે. જેથી ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય. આ સાથે જ આરોગ્ય મંત્રીએ મીડિયાના માધ્યમથી જનતાને અપીલ કરી કે, બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
Comments 0