રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠક મળનાર છે. આરોગ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થશે
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. જેના પગલે સરકારની ચિંતા પણ વધી રહી છે. તંત્ર હાલ એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને આરોગ્ય વિભાગ દ્વારા આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા પગલાં અને અસરોની સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાથી શરૂ થયેલ આ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન દાહોદ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025