સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં બે દિવસ માટે હીટવેવની અગાહી આપવામાં આવી છે. આ તરફ તાપી, ડાંગ, બોટાદ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઘણા સમયથી લોકો ગુજરાતી ફિલ્મ તરફ આકર્ષાયા છે.કસુંબો ફિલ્મ હોય કે પછી સમંદર ફિલ્મ હોય આ ફિલ્મ ચાહકોને થિયેટર સુધી લઈ આવામાં સફળ રહી છે. ગુજરાતી ફિલ્મોને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમરેલીના કથાકાર રાજુગીરી બાપુએ કોળી સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે
નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ 5 ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા પણ બિનહરીફ બન્યા હતા. જે બાદમાં ગઇકાલે દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાયા બાદ હવે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે.
આ વખતે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી છે અને કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. આટલું જ નહીં તેમણે નિવૃત્ત અધિકારીઓનો આ પાછળ હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.
શહેરના વિઠ્ઠલ મંદિર પાસે ઘટના બનતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. આગને પગલે 5 કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા
શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો.
રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025