નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ 5 ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા પણ બિનહરીફ બન્યા હતા. જે બાદમાં ગઇકાલે દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાયા બાદ હવે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે.