છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી બનાવી કૌભાંડ આચરવાના કેસના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી બનાવી કૌભાંડ આચરવાના કેસના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
દાહો-છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી બનાવી સરકારી ફંડના ઉચાપત કૌભાંડ કેના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતને જેલમાં છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડડયો હતો જ્યાં ગંભીર પરિસ્થિતિને લઇ તેનું મોત નીપજ્યું
ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદના આદિવાસી જિલ્લાઓમાં ચાલતી નકલી સરકારી કચેરીઓના છેતરપિંડીના બે કેસમાં પકડાયેલ મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું બુધવારે સાંજે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મોંત થયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જિલ્લા સબ જેલથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ કૌભાંડ કેસમાં નિવૃત્ત IAS અધિકારી બી.ડી. નિનામા પણ આરોપી છે, આદિવાસીઓ માટેની યોજનાઓ માટે ફાળવેલ આશરે રૂ. 40 કરોડનુ ભંડોળ ખોટા બહાના હેઠળ પાછી ખેંચી લેવામાં આવ્યું હતુ.
રાજપૂત, સહિત સહ-આરોપી સરકારી કોન્ટ્રાક્ટર અબુ બકર સૈયદ અને પૂર્વ IAS અધિકારી બીડી નિનામાને છોટા ઉદેપુર અને દાહોદમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન વિભાગની સિંચાઈ યોજનાઓ માટે આદિવાસી પેટા યોજનામાંથી ભંડોળની ઉચાપત કરવાના બંને કેસમાં માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવ્યા છે. આરોપીઓએ સરકારી અધિકારીઓ સાથે મળીને છોટા ઉદેપુરમાં રૂ. 21 કરોડ અને દાહોદ જિલ્લામાં રૂ. 18.6 કરોડની ઉચાપત કરી હતી, જેમની આ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0