ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી ટીમે અમદાવાદથી દબોચ્યો
ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી ટીમે અમદાવાદથી દબોચ્યો
ઉના બસ સ્ટેશન સામે આવેલાં કોમ્પલેક્ષમા ચાર વર્ષ પૂર્વે વહેલી સવારે સનસનીખેજ આંગડિયા લૂંટની ઘટના બની હતી. જેમાં આંગડિયા પેઢીના કર્મચારી બાબુ ચતુર પટેલ પાસેથી લૂંટારૂઓએ 18 લાખના હીરા તેમજ રોકડ રકમ મળી કુલ 60 લાખથી વધુની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા 3થી વધુ લૂંટારૂઓને ઝડપી પાડયા હતા.
જેમાં લૂંટ ચલાવી નાસી જનાર મુખ્ય સુત્રધાર ચાર વરસથી નાસ્તો ફરતો હતો તે અમદાવાદ શહેરમાં હોવાની જિલ્લા એસ.ઓ.જી ટીમને માહિતી મળતાં બાતમીના આધારે તપાસ કરતાં અર્ધો કરોડથી વધુની લૂંટ કરનાર જયેશકુમાર લક્ષ્મણજી રાજપુત (રહે રબબાસણા જી.પાટણ) ને એસઓજી ગીર સોમનાથની ટીમે ઝડપી પાડી ઉના પોલીસને સોંપ્યો હતો.
ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતી બોર્ડર પર પોલીસે નાકાબંધી કરી આ લુંટારાને પકડવા પોલીસને કામે લગાડી હતી પરંતુ ચકમો આપીને નાશી છુટેલા ઉના પોલીસે અર્ધો કરોડથી વધુની લૂંટની ઘટનાની ફરીયાદ નોંધીને તબક્કા વાર સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આ લૂંટારુઓ કાયદો અને વ્યવસ્થાને ચેલેન્જ આપતા હતા ત્યારે હવે આ મુખ્ય સુત્રધાર આરોપી ઝડપાઇ જતા સમગ્ર આંગડિયા પેઢીના લુંટનો ભેદ ઉકેલાયો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0