અમૃત યોજના 2.0 અંતર્ગત 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેકટનું ખાતમુહૂર્ત, 30 કી.મી. ભૂગર્ભ લાઈન, 6400 હાઉસ કનેકશનનો સમાવેશ
અમૃત યોજના 2.0 અંતર્ગત 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેકટનું ખાતમુહૂર્ત, 30 કી.મી. ભૂગર્ભ લાઈન, 6400 હાઉસ કનેકશનનો સમાવેશ
ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત સમગ્ર શહેરના લોકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે 30 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરાયું છે. જેમાં વિવિધ ચાર સ્થળોએ 42 લાખ લીટર અંડરગ્રાઉન્ડ સંપ, 20 લાખ લીટર ઓવરહેડ ટેંક, 3 એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટ, ડી. આઈ. પાઈપ લાઈન, પીવીસી પાઈપ તથા પમ્પ રૂમ-5, પમ્પીંગ મશીનરી, કમ્પાઉન્ડ વોલ, ફલો મીટર ટાંકી રીપેરીંગનો સમાવેશ છે. શહેરમાં જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર બાકી છે તેવા વિસ્તારોમાં અમૃત યોજના 2.0 અંતર્ગત 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાયું જેમાં 30 કી.મી. ભૂગર્ભ લાઈન, 6400 હાઉસ કનેકશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરમાં ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓને રિર્ફેશ કરવા માટે રૂ. 2 કરોડની ગ્રાન્ટનું ખાતમુર્હુત કરાયું છે. જેમાં મોવીયા રોડ, કોલેજ ચોક, લાલપુલ અને GIDC સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમજ શહેરમાં અમૃત યોજના અંતર્ગત આશાપુરા બગીચાને ડેવલોપ કરવા માટે રૂ. 3 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ સાથે ભારે વરસાદથી ભગવતપરા નદી કાંઠે રીટેઈનીંગ વોલ પડી જવાથી તે રીટેઈનીંગ વોલ RCC બનાવવા માટે 15મું નાણાંપંચ યોજના અંતર્ગત રૂ. 1.38 લાખના ખર્ચે ખાતમુહૂત કરવામાં આવ્યું હતું.
ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, અશ્વિન રૈયાણી, ક્રિપાલસિંહ જાડેજા, પરિતા ગણાત્રા, જગદીશ રામાણી, શૈલેષ રોકડ, રમેશ સૌંદરવા, મનીષ રૈયાણી, ઊર્મિલા પરમાર, જીગ્નેશ ઠુમર, અશોક પીપળીયા, પિન્ટુ ચુડાસમા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0