દેશભરમાં ઘણી જગ્યાએ વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ કાયદા વિરુદ્ધ રાજકીય પક્ષો અને ઘણા મુસ્લિમ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
દેશભરમાં ઘણી જગ્યાએ વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ કાયદા વિરુદ્ધ રાજકીય પક્ષો અને ઘણા મુસ્લિમ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
દેશભરમાં ઘણી જગ્યાએ વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ કાયદા વિરુદ્ધ રાજકીય પક્ષો અને ઘણા મુસ્લિમ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બીજી તરફ, મણિપુરમાં, આ કાયદાનું સમર્થન કરવું ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અસ્કર અલી માટે મોંઘુ સાબિત થયું છે. આ જ કારણે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેના ઘરને આગ લગાવી દીધી.
મણિપુર લઘુમતી મોરચાના પ્રમુખ અસ્કર અલીએ વક્ફ બિલ કાયદાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી; શરૂઆતમાં, લોકોએ તેમની પોસ્ટનો વિરોધ કર્યો. આ પછી, લોકોએ તેમના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ કર્યો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે 9 વાગ્યાની આસપાસ, ગુસ્સે ભરાયેલા ટોળાએ ચેરમેનના ઘરની બહાર તોડફોડ કરી અને બાદમાં તેને આગ ચાંપી દીધી. આ ઘટના પછી, અલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે પોતાના પહેલાના નિવેદન બદલ માફી માંગી. ઘર સળગાવી દેવામાં આવ્યા પછી તેણે કાયદાનો વિરોધ કર્યો.
મણિપુરમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન
મણિપુરના ઘણા વિસ્તારોમાં વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ ઘટના પહેલા, ઇમ્ફાલ ખીણના ઘણા ભાગોમાં આ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. રેલીમાં 5,000 થી વધુ લોકો જોડાયા હતા, જેના કારણે લિલોંગ ખાતે NH 102 પર ભારે ટ્રાફિક ખોરવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી.
મુસ્લિમ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વકફ બિલના વિરોધમાં, વિરોધીઓએ આ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. એક પ્રદર્શનકારી, સાકીર અહેમદે કહ્યું કે વકફ સુધારો કાયદો બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે. મુસ્લિમ સમુદાય માટે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
મણિપુરમાં ઘણી જગ્યાએ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખીણના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0