શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે
શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે
શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે રાજકોટ ખાતે પહોંચ્યા છે. આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રાજકોટ પહોચ્યા હતા.
મોડીરાતે રાજકોટ પહોંચી ઘટનાસ્થળની મુલાકાત લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ દુર્ઘટના અંગે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, TRP ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તેમાં અનેક લોકોએ પોતાના ભૂલકાઓ, માતા પિતા અને સ્વજનોને ગુમાવવા પડયા ઘટનાની જાણકારી મળતાની સાથે સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગનું સ્વરૂપ ખૂબ વિકરાળ હતું. ખૂબ જ ઝડપે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેમ ઝોનની પરમિશન, ફાયર NOC બાબતે બેઠક રાખવામાં આવી છે. કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુમાં વધુમાં રીતે કડક કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
કાટમાળ હટાવીને ગુમ વ્યક્તિઓને શોધવાની કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા વ્યક્તિ હજુ પણ નથી મળી રહ્યા. તમામ વિભાગોના અધિકારીઓને કલેકટર ઓફિસ ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. મોરબીની ઘટનામાં ચાર્જ શિટમાં કોઈ પણ જાતની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં નથી આવી. આરોપીઓના હાઇકોર્ટમાં જામીન અરજી ચાલી, દલીલો હાઇકોર્ટમાં પણ ચાલી. સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવામાં આવ્યા છે. તમામ જગ્યાએ સરકાર અને તેમના વકીલો આરોપીઓ વિરુદ્ધ લડ્યા છે.
નોંધનીય છે કે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તેમજ ગેમ ઝોનનો 30-40નો સ્ટાફ ફરાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0