રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. આગને પગલે 5 કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા
શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો.
રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે
આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.
શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે આગકાંડ સર્જાયો હતો. જેમા હસતાં રમતાં લોકો હોમાઇ ગયા છે. આ આગકાંડમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની અટકાયત કરી છે.
રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં મોત થયું છે. વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. નોકરીનો પ્રથમ દિવસ હતો અને આગ લાગતા તેઓનું મોત થયું હતું. પુત્ર બાદ પિતાનાં મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
TRP ગેમ ઝોનમાં થયેલા આગ કાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા હતા. જે બાદ સતત સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના અનેક મોટા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઇને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથએ પીડિત પરિવારો પણ બંધમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025