આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઇને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથએ પીડિત પરિવારો પણ બંધમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે.
આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઇને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથએ પીડિત પરિવારો પણ બંધમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે.
આજે રાજકોટના ટી.આર.પી. ગેમઝોન આગકાંડને એક મહિનો પૂરો થયો છે તે છતાં પણ આ મામલે મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી. આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઇને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથએ પીડિત પરિવારો પણ બંધમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. શહેરમાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 25 મે, 2024ના રોજ સાંજે રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો સહિત કુલ 27 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ મૃતકોમાંથી એકનો પણ મૃતદેહ મળ્યો ન હતો. તમામની ઓળખ ડીએનએ પરથી કરવામાં આવી હતી. આજે આ કરૂણ ઘટનાને એક મહિનો પૂરો થઇ ગયો છે. તે છતાં આ મામલામાં હજી તપાસ પૂર્ણ નથી થઇ
કોંગ્રેસ દ્વારા રોજગાર ધંધા પર અસર ન પડે તે માટે અડધા દિવસનાં જ બંધની જાહેરાત કરવામાં આવી છે. શહેરની બજારમાં આવેલી દુકાનોએ હાલ બંધ રાખ્યો છે. શહેરની મોટાભાગની શાળા અને કોલેજો બંધમાં જોડાઇ છે. આ સાથે વિવિધ વેપારી એસોસિએશન દ્વારા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આ બંધને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બન તે માટે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ગોઝારા કેસમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા તેમજ વેલ્ડિંગ કામના સુપરવાઈઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.
ગત 25મી મેના રોજ રાજકોટ TRP ગેમઝોનમાં બનેલા આગના બનાવમાં રાજકોટ શહેર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓ ઝડપાયા છે. જે તમામ હાલ જેલહવાલે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0