દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી ન થતાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે.