પીએમ મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લાલન સિંહે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડો.રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઇ હતી. એક તરફ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને તેમના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે વિપક્ષી INDIA ગઠબંધને કેરળના માવેલિકારાથી 8 વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. 543 સભ્યોની લોકસભામાં હાલમાં 542 સાંસદો છે કારણ કે કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે. 293 સાંસદો સાથે NDA પાસે ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. જ્યારે વિપક્ષના ઈન્ડિયા બ્લોકમાં 233 સાંસદો છે. જ્યારે અન્ય પક્ષો જે NDA કે ઈન્ડિયા બ્લોકનો ભાગ નથી તેમના 16 સાંસદો છે. જેમાં કેટલાક અપક્ષોનો સમાવેશ થાય છે. જો આ 16 સાંસદો ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને સમર્થન આપે તો તેની સંખ્યા 249 સુધી પહોંચી જશે. ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાયા બાદ ગૃહના નેતા નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને સ્પીકરની સીટ પર લઈ ગયા. ઓમ બિરલાની સીટ પર પહોંચતા જ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે કહ્યું કે આ તમારી ખુરશી છે, તમારે તેને સંભાળવી જોઈએ.
ગૃહ પ્રધાન અમિત શાહ, હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝી, જાધવ પ્રતાપરાવ ગણપત રાવ, ચિરાગ પાસવાન, એચડી કુમારસ્વામી, કે રામમોહન નાયડુ, આઈકે સુબ્બા, અનુપ્રિયા પટેલે ઓમ બિરલાનું નામ પ્રસ્તાવિત કર્યું છે. શિવરાજ સિંહ ચૌહાણ, નીતિન ગડકરી, સુનીલ તટકરે, જયંત વસુમતારી, લઘુકૃષ્ણ દેવરાઈ, ફણીભૂષણ ચૌધરી, શ્રી કિશન પાલે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
પીએમ મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લાલન સિંહે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડો.રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0