હિંમતનગરથી માતાના મઢ જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે
હિંમતનગરથી માતાના મઢ જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સમી-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે. બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેઈનને બોલાવવામાં આવી છે. સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી.અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.
બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0