સાવરકુંડલા-મહુવા રોડ પર કિયા કારના ચાલકે રોંગ સાઈડમાં આવતી બે બાઈકને અડફેટે લીધી હતી.અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.
સાવરકુંડલા-મહુવા રોડ પર કિયા કારના ચાલકે રોંગ સાઈડમાં આવતી બે બાઈકને અડફેટે લીધી હતી.અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, સુરેન્દ્રનગર -ધ્રાંગધ્રા રોડ પર બાઈક અને ટ્રકવચ્ચે અકસ્માત સર્જાયો હતો , ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા હતા ત્યારે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે.સાવરકુંડલા-મહુવા રોડ પર કિયા કારના ચાલકે રોંગ સાઈડમાં આવતી બે બાઈકને અડફેટે લીધી હતી. જેથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે.
મળતી માહિતી અનુસાર અમરેલીના સાવરકુંડલા-મહુવા રોડ પર કિયા કારના ચાલકે રોંગ સાઈડમાં આવતી બે બાઈકને અડફેટે લીધી હતી.અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બન્ને બાઈકમાં સવાર અન્ય 3 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર વાહન મુકીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જ્યો તે સ્થળ આસપાસના મોટાભાગના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.એક કાર પૂરપાટ ઝડપે દોડતી એક પછી એક અનેક વાહનોને અડફેટે લેતી દેખાય છે. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ એકઠાં થઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0