નુહમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટૂરિસ્ટ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત થયા હતા. અને અનેક લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના નૂહ જિલ્લાના તાવડુ સબડિવિઝનની સીમાથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની છે. આ દરમિયાન, બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો.
રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે
આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.
અકસ્માતમાં એક જ પરિવારના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. હિંમતનગરથી નેત્રામલી જતી કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. ડાઈવર્ઝન રોડ પર કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાયું હતુ.
સુરતને મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 6 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 2ના મોત થયાં છે અને 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી.તેમાં 15-16 મુસાફરો હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે.
સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે
કર્ણાટકના હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર પૂણે-બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. ટેમ્પો ટ્રાવેલરે હાઇવે પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી.
લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક મોટો રોડ અકસ્માત થયો હતો. બિહારથી દિલ્હી જઈ રહેલી હાઈસ્પીડ ડબલ ડેકર બસ દૂધના કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં18 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025