લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક મોટો રોડ અકસ્માત થયો હતો. બિહારથી દિલ્હી જઈ રહેલી હાઈસ્પીડ ડબલ ડેકર બસ દૂધના કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં18 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ઉન્નાવ જિલ્લાના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામ પાસે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર થયો હતો.માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી છે. બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ દુર્ઘટના બેહતા મુજાવર વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે કિમી નંબર 247 પર બની હતી. બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકરને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે 18 લોકોના મોત થયા હતા.ઘટનાની માહિતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સીએચસી બાંગરમાળ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, અને મૃતદેહોનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
CM યોગીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે., ઉન્નાવ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હ્રદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0