વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારા પ્રેમ, સ્નેહ માટે બદલ હું તમારો ખૂબ આભારી છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારા પ્રેમ, સ્નેહ માટે બદલ હું તમારો ખૂબ આભારી છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારા પ્રેમ, સ્નેહ માટે બદલ હું તમારો ખૂબ આભારી છું. હું એકલો નથી આવ્યો, મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુગંધ અને 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું.
પીએમ મોદીએ કહ્યું કે ત્રીજી વખત સરકારમાં આવ્યા બાદ, ભારતીય સમુદાય સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે. આજે 9મી જુલાઈ છે, મને શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે. આજથી બરાબર એક મહિના પહેલા મેં ભારતના પીએમ તરીકે શપથ લીધા હતા. એ જ દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે મારી ત્રીજી ટર્મમાં હું ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે કામ કરીશ.
PMકએ કહ્યું કે સરકારના ઘણા લક્ષ્યાંકોમાં 3 નંબરનો આંકડો આવે તે પણ એક સંયોગ છે. ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. ભારત આજે જે પણ લક્ષ્ય નક્કી કરે છે, તે સફળ રહે છે. આજે ભારત એ એવો દેશ છે જેણે ચંદ્રયાનને ચંદ્ર પર મોકલ્યું છે જ્યાં વિશ્વનો અન્ય કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારત વિશ્વને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી વિશ્વસનીય મોડલ આપી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશ દ્વારા જે વિકાસ થયો છે તે જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે.
જ્યારે વિશ્વના લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે ‘ભારત બદલાઈ રહ્યું છે’ તેઓ સ્પષ્ટપણે ભારતના કાયાકલ્પને, ભારતના પુનઃનિર્માણને જોઈ શકે છે. ભારત બદલાઈ રહ્યું છે કારણ કે દેશ તેના 140 કરોડ નાગરિકોની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે. 140 કરોડ ભારતીયો હવે વિકસિત દેશ બનવાના સપના જોઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ ભારતીયો દરેક ક્ષેત્રમાં આગળ આવવાની તૈયારીમાં વ્યસ્ત છે. તમે બધાએ જોયું હશે કે, અમે માત્ર અમારી અર્થવ્યવસ્થાને કોવિડ કટોકટીમાંથી બહાર કાઢી નથી, પરંતુ ભારતે તેની અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવી છે. તેણે કહ્યું કે પડકારને પડકારવો એ મારા ડીએનએમાં છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0