અમેરિકામાં ટ્રમ્પ પરના કેસને લઇ માહોલ વધુ ગરમાયો
અમેરિકામાં ટ્રમ્પ પરના કેસને લઇ માહોલ વધુ ગરમાયો
છેલ્લા કેટલા સમયથી વિવાદો વચ્ચે ઘેરાયેલા, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી વખત ગુસ્સા ભર્યું નિવેદન. જેના કારણે તે હાલ વધુ ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો તેમને ન્યૂયોર્ક જ્યુરી એ જે સજા આપી છે જો તેમા તેમની સજારૂપે ધરપકડ કરવામાં આવશે તો સમગ્ર અમેરિકામાં આગ લાગી જશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સજા સંભળાવ્યા બાદ જેલમાં કે નજરકેદમાં રહેવું તો ઠીક છે, પરંતુ તેમના ચાહકો અને સમર્થકો સજાનો અમલ થાય તે સહન કરશે નહિ.
34 કેસમાં દોષિત, ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક જ્યુરીના ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 2016 પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોં બંધ રાખવા માટે તેને સારી અને મોટી રકમ ચૂકવી હતી. આ ઉપરાંત, તે રકમ છુપાવવા માટે, ટ્રમ્પે હિસાબ અને હિસાબી ચોપડામાં ખોટા બનાવ્યા હતા. ન્યૂયોર્ક જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને આવા લગભગ 34 કેસમાં દોષિત ઠેરવ્યા છે. નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ મામલો ઉકેલાય તેવી શક્યતા નથી.
ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે મજબૂત લડત જોવા મળશે. તેવી પણ આશંકાઓ છે કે, ટ્રમ્પને મળેલી સજાથી કેટલાક રિપબ્લિકન અને સ્વતંત્ર મતદાતાઓથી તેમને નુકસાન થઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર હજુ પણ ત્રણ અન્ય ફોજદારી કેસો ચાલી રહ્યા છે, જો કે ચૂંટણી પહેલા તેમના પર કેસ ચલાવવામાં આવે તેવી કોઇ શક્યતા નથી. તેમણે તમામ મામલામાં ખોટા કામનો ઇનકાર કર્યો છે અને આરોપોને લોકશાહી ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, તેમને ચૂંટણી લડતા રોકવા માટે આવું કરવામાં આવ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0