ગુજરાતમાં ઉનાળો ધીમા પગલે વિદાય લઈ રહ્યો છે પરંતુ હજી થોડા દિવસ ગરમી સહન કરવી પડશે.
ગુજરાતમાં ઉનાળો ધીમા પગલે વિદાય લઈ રહ્યો છે પરંતુ હજી થોડા દિવસ ગરમી સહન કરવી પડશે.
ગુજરાતમાં જૂન મહિનો બેસી ગયો છે. એટલે કે ઉનાળાની વિદાયના થોડા જ દિવસો બાકી છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેશી જવાના સંકેતો આપ્યા છે. આવી આગાહી વચ્ચે ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો આસાને છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. હજી થોડા દિવસ ગરમી પડવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં સૌથી વધારે 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દિવમાં 33.4 ડિગ્રી સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ બીજા ક્રમે રહ્યું હતું. 41.5 ડિગ્રી સાથે ગાંધીનગર પણ ત્રીજા ક્રમે રહ્યું હતું. જોકે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીની આસપાસ રહી હતી.
ગુજરાતમાં ક્યારે વર્ષી શકે છે મેઘ? હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ભારતમાં કેરળમાં ચોમાસું બેશી ગયું છે. એટલે કે સમયસર ચોમાસું બેશતા ગુજરાતમાં પણ ચોમાસું સમયસર બેશી જશે. એટલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 15 જૂનની આસપાસ રહેતી હોય છે. એટલે આ વર્ષે પણ ચોમાસાનો પહેલો વરસાદ 15 જૂન આસપાસ પડવાની શક્યતાઓ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0