બે અલગ અલગ જગ્યાઓ પર ફાયરિંગની ઘટના
બે અલગ અલગ જગ્યાઓ પર ફાયરિંગની ઘટના
અમેરિકાના પિટ્સબર્ગ ખાતે આવેલા એક બારમા થયો ગોળીબાર. સમગ્ર બનાવમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો. તેમજ અન્ય 7 ઘાયલ થયા છે. ત્યાંના લોકલ પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓએ પેન હિલ્સમાં બેલેર્સ હુકા લાઉન્જ અને સિગાર બારમાં વહેલી સવારે ગોળીબાર સામે કાર્યાવહી કરી હતી. આ સિવાય ઓહાયોમાં એક પાર્ટીમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. જેમાં એક 27 વર્ષના યુવકનું પણ મોત થયું હતું
બનાવની જગ્યા એ બારની અંદર એક પુરુષ તેમજ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા સોશિઅલ મીડિયામાં અપાયેલ નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવકર્મીઓને રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ બારની અંદર એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળ્યા હતા. આ સિવાય સાત લોકો ઘાયલ પણ થયા છે. નિવેદન અનુસાર ઘાયલોને વિસ્તારની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. કાઉન્ટી પોલીસે જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર બારની અંદર ઝઘડો થયો અને કેટલાક લોકોએ ગોળીબાર કર્યો. કોઈપણ શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની કોઈ માહિતી નથી.
ઓહાયોમાં એક પાર્ટીમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. આમાં એક 27 વર્ષના યુવકનું પણ મોત થયું હતું. અને આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે. જો કે આ ફાયરિંગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અક્રોન પોલીસે જણાવ્યું હતું કે તેઓને મધ્યરાત્રિએ એક ફોન આવ્યો હતો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે આ ઘટના કેલી એવન્યુ અને 8મી એવન્યુની નજીક બની છે, જે ક્લેવલેન્ડથી થોડે દૂર દક્ષિણમાં છે. ફાયરિંગનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0