જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારી સારવાર માટે પંજાબના પઠાણકોટની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાને અંજામ આપનારા આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યો અને અંધાધૂંધ ફાયરિંગ પણ કર્યું. શરૂઆતમાં 6 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2ની હાલત નાજુક છે. આ પછી ચાર જવાનોના શહીદના સમાચાર આવ્યા હતા અને થોડાં સમય પછી અન્ય એક જવાન શહીદ થયો.
હુમલામાં શહીદ થયેલા જવાનોની સંખ્યા અત્યાર સુધી 5 છે. હુમલા પછી, પાંચ જવાનોને પહેલા કઠુઆના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે તેમને પંજાબના પઠાણકોટ સ્થિત આર્મી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. હુમલો કરનાર આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
મોડી રાત સુધી સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને કોઈ સફળતા મળી ન હતી. સર્ચ ઓપરેશન ચાલુ છે. જંગલની અંદર આતંકવાદી હુમલાનું ચોક્કસ સ્થળ ઓળખી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં 2 થી 3 આતંકીઓ સામેલ હોઈ શકે છે.આતંકવાદીઓની સાથે તેમના સ્થાનિક સમર્થકો પણ હતા, જેમણે તેમને રસ્તો બતાવવામાં મદદ કરી હતી. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય સૈનિકોને વધુમાં વધુ જાનહાનિ પહોંચાડવાનો હતો. તે પોતાની સાથે આધુનિક હથિયારો લાવ્યા હતા.
આર્મી પેરા કમાન્ડો (એસપીએલ ફોર્સ)ને કઠુઆના દૂરના માચિંડી-મલ્હાર વિસ્તારમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને કાઉન્ટર ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. જેથી તે આતંકવાદીઓ સામે સમયસર અસરકારક કાઉન્ટર ઓપરેશન સુનિશ્ચિત કરી શકાય. જે આતંકીઓ ભાગી રહ્યા છે અને વિસ્તારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0