રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં બોટાદમાં 1 ઈંચથી વધુ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.