બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. 14 વર્ષ  વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખુબ ચર્ચામાં રહી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે.