ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 10 જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના બે, મધ્ય ગુજરાતના ત્રણ તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ભાવનગરના ગરીયાધારમાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે.
સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે
હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે.
બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું,
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.30 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગોંડલ અને જૂનાગઢમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાયો છે.
હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તો 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025