બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું,
બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું,
બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું, પછી ટ્રેન આગળ વધી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ડીઆરએમએ બંને ડ્રાઇવરોને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
સમસ્તીપુર રેલ્વે ડિવિઝનના વાલ્મિકી નગર અને પાનિયાવા સ્ટેશનની વચ્ચે બનેલા બ્રિજ નંબર 382 પરના લોકો એન્જિનના અનલોડર વાલ્વમાંથી અચાનક એર પ્રેશર લીક થવા લાગ્યું. જેના કારણે પુલ પર વચ્ચે ટ્રેન અટકી ગઈ. જ્યાં લીકેજ થઈ રહ્યું હતું ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો ન હતો, તેથી લોકો પાયલોટ અને મદદનીશ લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં નાખીને લીકેજને ઠીક કરવા માટે ટ્રેનની નીચે સરકીને ગયા
ઘણા પ્રયત્નો પછી, એન્જિનના અનલોડર વાલ્વમાંથી એર લીકેજને ઠીક કરી શકાયું. લોકો પાયલોટનો બ્રિજ પર ટ્રેનની નીચે સરકીને જવાનો અને બહાર આવવાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમને એર પ્રેશર ઠીક કર્યું અને પછી ટ્રેન આગળ વધી શકી. લોકો પાયલોટના આ સાહસથી ભરપૂર કામને જોઈને સમસ્તીપુર રેલવે ડિવિઝનના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે બંને ચાલકોને 10,000 રૂપિયાનું ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવાની જાહેરાત કરી છે.
જ્યારે ટ્રેન નરકટિયાગંજ ગોરખપુર વાલ્મિકી નગર અને પાનિયાવા વચ્ચેના બ્રિજ નંબર 382 પર પહોંચી ત્યારે એન્જિન (લોકો)ના અનલોડર વાલ્વમાંથી અચાનક એર પ્રેશર લીકેજ થવા લાગ્યું. જેના કારણે એમઆરનું પ્રેશર ઘટી ગયું અને પુલ પર ટ્રેન ઉભી રહી ગઈ. બ્રિજ પર ટ્રેન અટકી ગયા બાદ તેને રિપેર કરવું ખૂબ જ મુશ્કેલ હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0