આજે યોજાનારી NEET PGની પરીક્ષા રદ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોચ્યા હતા. રાજ્યમાં મોટાભાગના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણ થઈ હતી. NEET PGની પરીક્ષા રાતોરાત રદ્દ થયા બાદ ઉમેદવારો અટવાયા છે.
આજે યોજાનારી NEET PGની પરીક્ષા રદ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોચ્યા હતા. રાજ્યમાં મોટાભાગના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણ થઈ હતી. NEET PGની પરીક્ષા રાતોરાત રદ્દ થયા બાદ ઉમેદવારો અટવાયા છે.
આજે યોજાનારી NEET PGની પરીક્ષા રદ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોચ્યા હતા. રાજ્યમાં મોટાભાગના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયાની જાણ થઈ હતી. NEET PGની પરીક્ષા રાતોરાત રદ્દ થયા બાદ ઉમેદવારો અટવાયા છે. ત્યારે અમદાવાદની એલ જે કોલેજ પર પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા.
પરીક્ષા ત્રીજી વાર રદ્દ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે દેશભરના 300 શહેરમાં 1000 થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની હતી, પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે પરીક્ષા રદ કરી દેવાઈ હતી. એ જ રીતે પાટણમાં પણ મોટાભાગના ઉમેદવારો પરીક્ષા રદ થઈ હોવાની વાતથી અજાણ હતા અને તેઓ પણ પાટણમાં વહેલી સવારે રાધે ફોર્ચ્યુન શોપિંગ સેન્ટરમાં પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જ્યાં ઓમટેક સોલ્યુશન નામના સેન્ટર પર પહોંચ્યા પછી વહેલી સવારે અધિકારીઓ કે સિક્યોરિટી સ્ટાફ હાજર ન હોવાથી પરીક્ષાર્થીઓ ચોંકી ગયા હતા. જોકે અહીં કોઈ નોટિસ બોર્ડ ઉપર કોઈ સૂચના કે અહીં જવાબ આપનાર કોઈ અધિકારી કે સિક્યુરિટી હાજર ન હોય ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા રદ થવાની કોઇ સૂચના ન અપાતાં પરીક્ષાર્થીઓમાં રોષ છે.
પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ પરેશાન થવું પડ્યું છે. ત્યારે અમદાવાદની એલ જે કોલેજ પર પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે આ જે પ્રકારના કેસ બન્યા છે, NEET-UGમાં જે થયું, NETની પરીક્ષામાં જે થયું, અને હવે NEET PGનો જે સ્કેમ સામે આવ્યો, જે માફિયાઓ પેપર ફોડવાનું કામ કરે છે કે પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવે છે, લાખો રૂપિયા આપીને જે સ્કેમ થતા હોય છે, તેની પર એક્શન લેવાવું જરૂરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0