અમરેલીના ગિરિયા રોડ પર એક ખાનગી કંપનીના વિમાનના ક્રેશને કારણે મોટી દુર્ઘટના ઘટી છે. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. વિમાન દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.