રોંગ સાઇડ વાહન હંકારનારાઓ રાઇટ સાઇડ જવાની આદત પડે તે માટે તંત્ર કડક પગલા લઇ રહ્યું છે
રોંગ સાઇડ વાહન હંકારનારાઓ રાઇટ સાઇડ જવાની આદત પડે તે માટે તંત્ર કડક પગલા લઇ રહ્યું છે
કાયદાની ઐસી તૈસી કરી રોંગ સાઇડ વાહન હંકારનારાઓ રાઇટ સાઇડ જવાની આદત પડે તે માટે તંત્ર કડક પગલા લઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો પોતાની સાથે સાથે અન્ય લોકોનાં જીવને પણ જોખમ રૂપ બને છે.પોલીસ હવે રોંગસાઇડ વાહન ચલાવતા લોકોને સમજાવશે નહીં. રોંગ સાઇડમાં વાહન ચલાવનારા એમ વિચારતા હોય કે જો પોલીસ પકડશે, મેમો ફાડશે અને આપણે દંડ ભરીને છુટી જઇશું તો હવે તેવું નહીં થાય!
હવે તમે રોંગ સાઇડમાં વાહન ચલાવતા ઝડપાયા તો તમારૂ નામ પોલીસ ચોપડે ચઢી જશે. આ માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જ પોલીસને કડક હાથે કામ લેવા આદેશ આપ્યો છે. સંધવીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈનો પણ ફોન આવે તો કોઈને પણ છોડશો નહીં.હર્ષ સંઘવીએ કહ્યું કે, રોંગ સાઇડનો મેમો ફડાવતા નહીં, પોલીસે કેસ કરવાનું ચાલુ કરી નાખ્યું છે.આ ઉપરાંત હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં , મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0