સુરતને મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 6 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 2ના મોત થયાં છે અને 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
સુરતના લિંબાયત વિસ્તારમાં આજે વહેલી સવારે બે ધડાકા થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લિંબાયત વિસ્તારમાં દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. આ દરમિયાન તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી અનેઆ નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી.
રોંગ સાઇડ વાહન હંકારનારાઓ રાઇટ સાઇડ જવાની આદત પડે તે માટે તંત્ર કડક પગલા લઇ રહ્યું છે
સ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી એક શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતુ. પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
સુરતનાં પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે થી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટના આવી રહી હતી ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે
સુરતમાંથી વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લીક્વીડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુઓ નકલી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો.
ગુજરાતમાં મેઘરજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી
કાનપુર, ગાઝીયાબાદ બાદ હવે ગુજરાતના સુરતમાં પણ ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે રેલ્વે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ધટના સર્જાતા અટકી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025