સુરતનાં પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે.
સુરતનાં પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે.
સુરતનાં પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. ત્યારે પલસાણાનાં કારેલીનાં રહેણાંક વિસ્તારમાં પતરાનાં એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી.
ગુજરાત ATS એ પલસાણામાં દરોડા પાડ્યા છે. અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવાનું રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આકવામાં આવે છે. એટીએસની ટિમે મોડી રાત્રે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડયા હતા.
જ્યાં ATS ની ટીમે દરોડા પાડતા ગોડાઉન માંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવાનું રો મટિરિયલ મળી આવ્યું હતું. મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતાં એ.ટી.એસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેકટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેને પગલે એ.ટી.એસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી બે ઇસમોની અટકાયત પણ કર્યા હોવાની માહિતી મળી છે.
તો બીજી તરફ આ ફેકટરીમાં બીજા કેટલા ઈસમો સંડોવાયેલા છે તેમજ રો મટિરિયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટિરિયલ કયા મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટિરિયલ એટીએસ દ્વારા સિઝ કરવામાં આવ્યું છે અને પતરાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ એટીએસની ટિમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0