સુરતના લિંબાયત વિસ્તારમાં આજે વહેલી સવારે બે ધડાકા થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લિંબાયત વિસ્તારમાં દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. આ દરમિયાન તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી અનેઆ નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી.
સુરતમાંથી આગની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આજે વહેલી સવારે બે ધડાકા થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લિંબાયત વિસ્તારમાં દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. આ દરમિયાન તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી અનેઆ નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી. જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બ્લાસ્ટથી એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો.આ આગમાં પાંચ લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો. અને 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઇ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોચી હતી.
મળતી માહિતી અનુસાર આજે રોજ વહેલી સવારે 5.35 વાગ્યે લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર બે માળના રેસિડન્ટવાળું મકાન આવેલું છે. દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મૂક્યું હતું. જેમાં બ્લાસ્ટથી આગ લાગી હતી અને ત્યાં બાજુમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો.બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બે ધડાકાના કારણે દુકાનની પાછળની દીવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો. . આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોચી હતી. મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા 3 વ્યક્તિ જેમાં એક મહિલા, એક બાળક અને એક દાઝી ગયેલ મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યૂ કર્યાં હતાં. આ આગમાં મહિમા દોલારામ સિરાવિ નામની ૧૮ વર્ષીય યુવતીનું મોત થયું હતું.
Comments 0