સુરતના લિંબાયત વિસ્તારમાં આજે વહેલી સવારે બે ધડાકા થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લિંબાયત વિસ્તારમાં દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. આ દરમિયાન તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી અનેઆ નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી.
વડોદરાના ઓપી રોડ પર આવેલી એક ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં AC બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી ગઈ હતી. ઓફિસમાં AC બ્લાસ્ટને કારણે 6 લોકો ઈજાગ્રસ્ત થયા તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ થયો જેમાં 9 લોકોના મોત થયા છે. લેબનોનમાં લગભગ 2800 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે
લેબનોન બીજા દિવસે પણ વારંવાર થયેલા બોમ્બ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું હતું. બુધવારે, રાજધાની બેરૂત સહિત લેબનોનના વિવિધ વિસ્તારોમાં 500 થી વધુ પેજર્સ અને ICOM જેવા વ્યક્તિગત રેડિયો સેટ વિસ્ફોટ થયા. આ વિસ્ફોટોમાં લગભગ 300 લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર વિસ્ફોટમાં બે ચીની નાગરિકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે.
દિવાળીની પૂર્વસંધ્યાએ, નવી મુંબઈના ઉલવેમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત પેટ્રોલના સ્ટોર રૂમમાં બ્લાસ્ટ થતાં ત્રણ લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટોર રૂમમાં ડ્રમ અને ગેલનમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ એકત્ર કરવામાં આવતું હતું
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. મથુરાની રિફાઈનરીમાં બ્લાસ્ટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં રિફાઈનરીમાં કામ કરતા એક અધિકારી અને 10 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે રાત્રે અહીં એક મકાનમાં બ્લાસ્ટ થતાં બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે આ સમગ્ર અકસ્માતમાં 4 થી 5 લોકો ઘાયલ થયા છે
દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટ થયો છે. સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025