સુરતને મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 6 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 2ના મોત થયાં છે અને 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
સુરતને મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 6 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 2ના મોત થયાં છે અને 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
સુરતમાં તથ્યકાંડ જેવા અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતને મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 6 લોકોને ઉડાડ્યા હતા. જેમાં 2ના મોત થયાં છે અને 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. 4 લોકોમાંથી એક તો સગર્ભા હોવાનું સામે આવ્યું છે. અને બેની હાલત ગંભીર છે. આટલું જ નહીં કારે ચાર જેટલા ટુ-વ્હિલરને પણ ઉડાડ્યા હતાં.
આ અકસ્માતની મળતી માહિતી અનુસાર મોડીરાત્રે બે વાગ્યાની આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ત્યાંથી પસાર થઈ રહેલા બાઈકચાલકોને અટફેટે લીધા હતા. એક બાઈક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા તેને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા. ગંભીર ઈજા પહોંચતા બન્નેના મોત નીપજ્યા હતા.જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મૃતકના નામવિયાન દવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6) અને સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29) છે.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે ચાલક આરોપી જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલની ધરપકડ કરી છે. સુરતમાં દરજી કામ કરે છે. મૂળ વલ્લભીપુરના રાજપરા ગામનો વતની છે.આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છે. તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે. પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધારવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0