હાલમાં જ કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની એક મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી, જે બાદ સાંસદ સતત ચર્ચામાં છે.
હાલમાં જ કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની એક મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી, જે બાદ સાંસદ સતત ચર્ચામાં છે.
બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી સાંસદ કંગના રનૌત તેના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચાઓમાં રહે છે. પરંતુ હાલમાં જ કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની એક મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી, જે બાદ સાંસદ સતત ચર્ચામાં છે. કંગના રનૌતે આ ઘટના બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે જે લોકો આ ઘટનાને લઈને ખુશ થઈ રહ્યા છે અથવા આ ઘટના પર મૌન છે, તેઓ એ જાણી લે આવી ઘટના તેમની સાથે પણ થઈ શકે છે. હવે અભિનેતા અનુપમ ખેરે ચંડીગઢ એરપોર્ટ પર અભિનેત્રી સાથે બનેલી થપ્પડની ઘટનાની નિંદા કરી છે.
અભિનેતા અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ખાસ કરીને કારણ કે આ ઘટના એક સુરક્ષા કર્મચારી દ્વારા આચરવામાં આવી છે. અનુપમ ખેરે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આવું ન થવું જોઈતું હતું, તે પણ એના દ્વારા જે પોતે સિક્યોરીટીમાં હોય. તેની જે પણ ફરિયાદ હતી, તેને અલગ રીતે રજૂ કરવી જોઈએ. મને લાગે છે કે દેશની મહિલાઓએ આના પર પ્રતિક્રિયા આપવી જોઈએ માત્ર એટલા માટે નહીં કે કંગના રનૌત એક સાંસદ છે પરંતુ તે એક મહિલા પણ છે.
જણાવી દઈએ કે એક્ટર અનુપમ ખેરની સાથે જ ઉર્ફી જાવેદ, મીકા સિંહ, દેવોલીના ભટ્ટાચાર્જી અને વિવેક અગ્નિહોત્રી જેવા સેલેબ્સ પણ કંગના રનૌતને સપોર્ટ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કંગના રનૌતની થપ્પડ મારવાની ઘટના પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, "ભલે રાજકીય રીતે હું કંગનાની વિચારધારાને સમર્થન નથી આપતી પરંતુ કોઈના પર શારીરિક હુમલો કરવો યોગ્ય વાત નથી." મીકા સિંહે લખ્યું, "એક શીખ સમુદાય તરીકે, અમે દુનિયાભરમાં સેવા અને રક્ષણ કરવા માટે ઓળખ બનાવી છે. એરપોર્ટ પર કંગના રનૌત સાથે જે થયું તે સાંભળીને દુઃખ થાય છે. CISF કોન્સ્ટેબલ એરપોર્ટ પર ડ્યૂટી પર હતી અને તેની ફરજ હતી કે તે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખે. તેણે પોતાનો ગુસ્સો એરપોર્ટની બહાર સિવિલ ડ્રેસમાં બતાવવો જોઈતો હતો."
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0