તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેમ રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ આખરે 25 દિવસ બાદ પોતાના ઘરે પરત ફર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેમ રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ આખરે 25 દિવસ બાદ પોતાના ઘરે પરત ફર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેમ રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ આખરે 25 દિવસ બાદ પોતાના ઘરે પરત ફર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી. અભિનેતાના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ગુરચરણ સિંહના પિતા પુત્રની ગેરહાજરીથી ખૂબ જ પરેશાન હતા. પરંતુ અભિનેતાના પરત ફર્યા બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે તેણે 25 દિવસ સુધી ક્યાં હતા?
ગુરુચરણ સિંહ 17 મેના રોજ ઘરે પરત ફર્યા છે. તેનાં આવતાની સાથે જ પોલીસે તેની પૂછપરછ કરી. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે ઘર છોડીને દુનિયાદારી છોડીને ધાર્મિક યાત્રા નીકળી ગયો હતો.આ દરમિયાન તે ઘણા દિવસો સુધી અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા. પછી તેને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પાછો આવ્યો.
તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણને લઈને ઘણી કડીઓ મળી. જ્યારે ગુરુચરણ 22 એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યો ત્યારે તે મુંબઈ પહોંચ્યો જ નહતો. મુંબઈમાં તેને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો. ત્યારબાદ ગુરુચરણે ATMમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા, એ સમાચાર પણ સામે આવ્યા હતા.
ગુરુચરણ સિંહના પરત ફર્યા બાદ હવે આ મામલે પોલીસનું કહેવું છે કે અભિનેતા પ્લાનિંગ સાથે તેનું ઘર છોડીને ગયો હતો, તેથી શોધખોળ કરવા છતાં તેને કોઈ મળી શક્યું નથી. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે ગુરૂચરણ ગુમ થતા પહેલા પોતાનો મોબાઈલ દિલ્હીના પાલમ વિસ્તારમાં છોડીને ગયો હતો. મોબાઈલ ફોન ન હોવાના કારણે પોલીસ માટે તેને શોધવાનું મુશ્કેલ બની રહ્યું હતું. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ જોવાનું શરૂ કર્યું ત્યારે અભિનેતા ઈ-રિક્ષા બદલતો જોવા મળ્યો હતો. જેના કારણે તપાસ ચાલી રહી હતી કે તે પ્લાનિંગ સાથે દિલ્હીની બહાર ગયો હતો
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0