ગુજરાતમાં મેઘરજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી
ગુજરાતમાં મેઘરજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી
ગુજરાતમાં મેઘરજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે સુરતના ઉમરપાડામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો જોવા મળ્યા. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે.
ઉમરપાડામાં વહેલી સવારથી જ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા. રાજ્યમાં સવારે 6થી 10 દરમિયાન 57 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0