સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે
બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું,
ઝારખંડના ટાટાનગર પાસે મંગળવારે વહેલી સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના 18 ડબ્બા ટાટાનગર નજીક ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગયા હતા
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રવિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં કોરબાથી આવતી કોરબા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસના ત્રણ એસી કોચમાં આગ લાગી હતી.
સરકારી કમર્ચારીઓ માટે સારા સમાચારસામે આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ગોવિંદપુરી સ્ટેશન પાસે ટ્રેનનાં ઓછામાં ઓછા 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, સદ્નસીબ વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ ટ્રેન પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના અજમેર જિલ્લામાં રેલવે ટ્રેક પર અલગ-અલગ જગ્યાએ લગભગ એક ક્વિન્ટલ કિંમતના સિમેન્ટના બ્લોક્સ મળી આવ્યા છે
બિહારના ગયામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. વંદે ભારત ટ્રાયલ ટ્રેન પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ટ્રેનના એન્જિનને અડીને આવેલા બીજા કોચની સીટ નંબર 4ની બારીનો કાચ તૂટી ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 સપ્ટેમ્બર) ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન PMમોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને ભૂજ અને અમદાવાદ વચ્ચેની અન્ય વંદે ભારત ટ્રેનો સાથે લીલી ઝંડી આપશે.
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી. અહીં, જયનગર બિહારથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ગાઝીપુર ઘાટ સ્ટેશન અને ગાઝીપુર સિટી સ્ટેશન વચ્ચેના આલમ પટ્ટી વિસ્તાર નજીક રાત્રે લગભગ 3:00 વાગ્યે પહોંચી હતી, જ્યારે ડ્રાઇવરે રેલવે ટ્રેકની વચ્ચે લાકડાનો મોટો ટુકડો જોયો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025