બિહારના ગયામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. વંદે ભારત ટ્રાયલ ટ્રેન પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ટ્રેનના એન્જિનને અડીને આવેલા બીજા કોચની સીટ નંબર 4ની બારીનો કાચ તૂટી ગયો હતો.