સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આજે સવારે એક મોટા ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કાર્ય ચાલુ છે.
આ દુર્ઘટનામાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની ત્રણેય બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. એક બોગી બીજી બોગી ઉપર આવીને હવામાં લટકી ગઈ. બીજી બોગી ટ્રેક પર પલટી ગયેલી જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણ બોગીને દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન થયું છે. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ છે. રેસ્ક્યુ ટીમ દ્વારા તમામને બહાર કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી નીકળ્યા પછી થોડાક અંતરે આગળ વધી હતી, જ્યારે ટ્રેન રંગપાની વિસ્તારમાં પહોંચી કે તરત જ તે વિરુદ્ધ દિશામાંથી આવતી માલગાડી સાથે અથડાઈ હતી. માલસામાન ટ્રેન સાથે અથડાવાને કારણે કંચનજંગા એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં બે કોચ પડી ગયા હોવાનું જાણવા મળે છે.
રેલવે અધિકારીઓ, આરપીએફ, જીઆરપીએફના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. શરૂઆતમાં સ્થાનિક રહીશોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. શરૂઆતમાં એવું જાણવા મળ્યું છે કે સિગ્નલની સમસ્યાને કારણે માલસામાન ટ્રેન એક જ લાઇન પર ગઈ હતી.
આ દુર્ઘટના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવાથી એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી હતી. મને આઘાત લાગ્યો છે. જો કે સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
Comments 0