પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.
પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદન પત્રક આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.
યાત્રાધામ પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા રોષે ભરાયેલ જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. વિગતો મુજબ પાવાગઢ, વડોદરા, સુરત, મુંબઈ જૈન સમાજના અગ્રણીઓ અહીં પહોંચ્યા હતા.
નોંધનિય છે કે, પાવાગઢમાં મંદિર જવાના જુના રસ્તે મૂર્તિઓ હટાવાતા વિવાદ બાદ હવે મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજની માંગણી છે. જુના દાદર પર લગાવેલી મૂર્તિઓ હટાવતા વિવાદ થયા બાદ સ્થાનિકોએ પાવાગઢ પોલીસ મથકે આવેદન પત્ર પાઠવ્યું છે. આ સાથે લાગણી દુભાઈ હોવાની જૈન સમાજે રજુઆત કરી છે
પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષના માહોલ વચ્ચે હવે સુરતથી મોટી અપડેટ સામે આવી છે. સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી આ મામલે રજૂઆત કરી હતી. વિગતો મુજબ 200-300 જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, રાત્રે કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
જૈન મૂર્તિ વિવાદને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટી અશોક પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, મંદિર માટે નવા પગથિયા બનાવવાના હતા અને જૂના પગથિયા પર જૈન મૂર્તિઓ હતી. તેમણે ઉમેર્યું કે, મૂર્તિઓ સામે પ્રસાદીના લીધે ગંદકી થતી હતી. અમે જૈન અગ્રણીઓને મૂર્તિઓને સારી જગ્યાએ સ્થાપિત કરવા કહ્યું હતું. જૈન સમાજના અગ્રણીઓએ મૂર્તિ ખસેડવાની ના પાડી અને હવે જૂના પગથિયા પરથી મૂર્તિ હટાવતા જૈન સમાજ નારાજ થયો છે. મૂર્તિ હટાવવાથી જૈન સમાજ નારાજ હોય તો અમે ફરી ત્યાજ મૂકી દઈશું.
Comments 0