ચોરવા ગયા હતા ફ્રીજ અને જે ચોર્યું તેના દ્રશ્ય સીસીટીવીમાં થયા કેદ
ચોરવા ગયા હતા ફ્રીજ અને જે ચોર્યું તેના દ્રશ્ય સીસીટીવીમાં થયા કેદ
સમગ્ર ઘટનામાં મેરઠના થાના સિવિલ લાયન્સ વિસ્તારના પ્રભાતનગર ખાતે આવેલ લાલ પાન ભંડારની દુકાનના માલિક દ્વારા દુકાનની બહાર દહીં દૂધ જેવી સામગ્રીઓ માટે ફ્રીજ રખાયું હતું, જે ચોરી કરવા આવેલ ચોરોનો મુખ્ય ટાર્ગેટ હતો, પરંતુ થયું કંઈક એવું કે ચોરોએ ફ્રિજ ચોરવાના મુખ્ય ટાર્ગેટને સાઈડમાં મૂકી અંદર રહેલી દહીં દૂધ સહિત અન્ય સામગ્રીઓની ચોરી કરી ભાગી ગયા હતા.
ચોરીના ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ જોયા તેમજ સાંભળ્યા હશે, પરંતુ આ ચોરીનો બનાવ એવો બન્યો જે સાંભળ્યા બાદ એવો વિચાર આવે કે આજકાલના ચોરો પણ ચોરી કરવા ગયેલ સ્થળ પર જો મુખ્ય ચોરીનો સામાન હાથ ન લાગે તો અન્ય કોઈ વસ્તુ ચોરી કરીને જતા રહે છે, પરંતુ ચોરીના સ્થળથી ખાલી હાથ પરત ફરતા નથી, મેરઠમાં બનેલી તેવા પ્રકારની ઘટનામાં ચોરો જે ફ્રિજની ઉઠાન્તરી કરવા પહોંચ્યા હતા, જે સ્થળ પર ફ્રીજ ચોરવું એ થોડું મુશ્કેલ લાગતા ચોરોએ તાત્કાલિક જ પોતાનો ટાર્ગેટ બદલી અને ફ્રિજમાં રહેલી સામગ્રીની ઉઠાન્તરી કરી.
સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થયેલ ચોરીના દ્રશ્યો, જેમાં મોડી રાત દરમિયાન ચોરીને અંજામ આપવા માટે પહોંચેલ 2 ચોરો એ ફ્રીજની ચોરીમાં સખત મહેનત કર્યા પછી સફળતા ન મળતા અંદર રખાયેલ દહીં, દૂધ અને છાશ જેવી રોજીંદા વપરાશમા આવતી ચીજ વસ્તુઓની ચોરી કરી ભાગી ગયા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0