ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ગોવિંદપુરી સ્ટેશન પાસે ટ્રેનનાં ઓછામાં ઓછા 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, સદ્નસીબ વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

આ અકસ્માત સવારે 2.30 વાગ્યે થયો હતો. કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જો કે હાલ આ અકસ્માતમાં કોઈના મોત કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર નથી. મળતી માહિતી અનુસાર, ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એક મોટો પથ્થર ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં જાનવરોને બચાવવા માટે લગાવવામાં આવેલ 'કેટલ ગાર્ડ' આ અથડામણને કારણે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને વાંકી ગયો.
જો કે આ અકસ્માત બાદ એક સવાલ એ ઉઠી રહ્યો છે કે રેલવે ટ્રેક પર આટલો મોટો પથ્થર ક્યાંથી આવ્યો? આ સવાલનો જવાબ જાણવા માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તપાસના આદેશ આપ્યા છે.
રેલવેના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાને કારણે સાત ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે ત્રણના રૂટ બદલવામાં આવ્યા છે. ત્રિપાઠીએ કહ્યું કે મુસાફરોને બસ દ્વારા કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર મોકલવામાં આવ્યા છે, જ્યાંથી તેમને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે. તેમણે કહ્યું, 'આ સિવાય કાનપુરથી આઠ ડબ્બાવાળી એક મેમુ ટ્રેનને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી, જેથી કરીને મુસાફરોને કાનપુર લાવવા અને તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા હેલ્પલાઇન નંબરો કરવામાં આવી છે.'
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0