છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સિઝનનો અત્યાર સુધીમાં 4.82 ટકા વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના માતરમાં 4.64 ઇંચ, પંચમહાલના કલોલમાં 3.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે મહેમદાબાદમાં 3.36 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સાથે માણસા, લાલપુર અને ધંધુકામાં બે ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયોછે. આ સાથે ડાંગ, નડિયાદ, ડભોઇ, બાયડ, વીરપુર, જાંબુધોડા, નાંદોદ, હાલોલ, નેત્રંગ, વિરમગામ, અમદાવાદ, આણંદ, બોટાદ, ચોટિલા, ઉમરેઠ, બાવળા, ખેડબ્રહ્મા, કરજણ, ઘોઘંબા, સંખેડા, ભાણવડ, વલસાડ, નખત્રાણા, દેહગામ, વ્યારા, વઘઇ, કલ્યાણપુર, વાલોડ, ખેડા,ઓલપાડમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા, સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, દામણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.
હાલાર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. બીજી બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ ગરમી અને બફારામાંથી આંશિક રાહત મેળવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0